ચાલો આજે ફ્રેન્ડશીપ ડે ના અવસર પર મારા જીવનનાં સાત અનમોલ હીરા વિશે વાત કરું, જે મારી અમૂલ્ય મૂડી છે
મારા જીવનના અનમોલ હીરા તરીકે સૌથી પહેલું નામ જો કોઈ હોય તો તે છે #લોરેન્સ, આમ તો છે મારો નાનો ભાઈ પણ અમે ભાઈબંધથી કમ રહેતા નથી, મારી નાનામાં નાની વાતની ચિંતા મારા કરતાં પણ વધારે કરે છે, દુઃખમાં ઢાલ બનીને આગળ રહે અને સુખમાં પાછળ, મારા જીવનનું દરેક સુખ-દુઃખ સૌથી પહેલાં તેની આગળ શેર કરું છું, અમે બન્ને ભાઈ કમ મિત્રો બનીને વધારે રહીએ છીએ,
મારા જીવનનો બીજો અનમોલ હીરો #હર્ષદ મારો લંગોટીયો યાર, પહેલાં ધોરણથી માંડીને ડિપ્લોમાના પહેલાં વર્ષ સુધી સાથે ભણ્યા આ સમય દરમ્યાન અમારા વચ્ચે એક કોમ્પિટિશન થતી એનાથી વધારે માર્ક્સ હું લાવું અને મારાથી મારાથી વધારે એ!!! તેમ છતાં અમારી મિત્રતા વચ્ચે ક્યારેય દરાર નથી પડી, એના વગર મારું પાનું ના હાલે અને મારા વગર એનું,
મારા જીવનનો ત્રીજો અનમોલ હીરો #શનિ (અર્પિત) આમ તો છે મારા મોટા ભાઈ સમાન, મને હમેશાં સાચી અને સાચોટ સલાહ આપે છે, અમારા મિત્રોની તરક્કી પર જો સૌથી વધારે ખુશ થતું હોય તો તે છે શનિ. અમારા મિત્રો વચ્ચે ભાઈચારો અને એકતા લાવવા માટે શનિ હમેશાં પ્રયત્નશીલ રહે છે, મિત્રો માટે હંમેશા તત્પર અને દરિયાદિલ માણસ એટલે શનિ,
મારા જીવનનો ચોથો અનમોલ હીરો #પરેશ જેને પ્રેમથી પરયો કહું છું, અમારા મિત્રો માંથી જો કોઈ શાંત અને નમ્ર સ્વભાવનો હોય તો તે છે પરેશ, હમેશાં મારો આદર કરતો પરેશને ગમે તેવું ભલું બૂરું કહી જવ પણ ક્યારેય ગુસ્સો ના કરતો, મારા વિચારોની હમેશાં કદર કરતો અને પ્રેરણા પૂરી પાડતો પરેશ મારા દિલની સૌથી કરીબ છે,
મારા જીવનનો ચોથો અનમોલ હીરો એટલે #મનીષ, આમ તો મનીષ હાલ મલેશિયામાં રહે છે, પણ દિલ તો હિન્દુસ્તાનમાં જ છે, મનીષ મને હમેશાં કવિ કહીને નવાઝે ત્યારે મારી ખુશીનો પાર નથી રહેતો, ક્રિકેટ મેચ બાબતે અમારા વચ્ચે થોડી ખેંચતાણ થાય પણ મિત્રતાની નજરે મને ક્યારેય નીચો નથી આંક્યો, મનીષ હાલ રહે છે તો મલેશિયા પણ હું હરહંમેશ તેને યાદ કરતો રહું છું,
મારા જીવનનો પાંચમો અનમોલ હીરો #પ્રશાંત, જો હું કોઈ મિત્ર સાથે બિન્દાસ વાત કરી શકતો હોય તો તે છે પ્રશાંત, મને હમેશાં આ મિત્ર સાથે તાર્કિક ચર્ચા કરવી ખૂબ ગમે છે, કેમકે તેની પાસેથી કાંઈક અવનવું શીખવા મળે છે, ક્યારેક તાર્કિક ચર્ચામાં અમારા વિચારો વચ્ચે મતભેદ થાય પણ સંબંધોમાં ક્યારેય મતભેદ નથી થયા,
મારા જીવનના છઠ્ઠો અનમોલ હીરો શનિ (#સુનિલ) છે, આમ તો સંબંધમાં મારો નાનો ભાઈ થાય, હું એનાથી ઉંમરમાં ઘણો મોટો છતાં અમે મિત્રો તરીકે રહીએ છીએ, મારી કોઈપણ વાત શનિ ક્યારે નકારતો નથી મારી દરેક વાતને દિલથી સ્વિકારે છે, હું મારું ગમે તેવું કામ તેને સોપુ તેના મુહે ક્યારેય ના નથી હોતી, અમારા મિત્રોમાં સૌથી મસ્તીખોર એટલે શનિ,
મારા જીવનનો સાતમો અનમોલ હીરો એટલે #અલ્પેશ, છેલ્લા ત્રણ વર્ષનાં અભ્યાસમાં સતત મારા સંપર્કમાં રહ્યો હોય તો તે છે અલ્પેશ, તેની વાતોમાં એટલો પ્રભાવ હોય છે કે બસ બે ઘડી તેની પાસે બેસું એટલે બધું દુઃખ ભુલાઈ જાય, દરિયા દિલ, મહેનતકસ, જવાબદાર સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ મારી વ્યાખ્યા મુજબ જો કોઈ હોય તો તે છે અલ્પેશ....
બીજા પણ મારા ઘણા અનમોલ મિત્રો છે જેમનો પરિચય આપવા માટે મારી પાસે પુરા શબ્દો નથી, પણ તેમના માટે ફક્ત એટલું જ કહીશ કે *મારી દુનિયામાં મિત્રો નથી, પણ મિત્રોમાં મારી દુનિયા છે*
- અંકિત ડાભી (ખંભોળજ)

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો