ભગવાં ઉતારવા પડશે
આશ્રમના શરૂઆતના દિવસોની વાત છે. ત્યાં સ્વામી સત્યદેવ આવ્યા દેશની આઝાદી માટે બાપુ જે કાર્ય કરી રહ્યા હતા, તે જોઈ તેઓ બહુ પ્રસન્ન થયા. એક દિવસ બાપુ પાસે જઈને કહેવા લાગ્યા 'હું આપના આશ્રમમાં દાખલ થવા માંગુ છું.'
બાપુ કહે 'બહું સારું. આશ્રમ તમારા જેવાને માટે જ છે પણ આશ્રમમાં દાખલ થાઓ એટલે આ ભગવા કપડાં ઉતારવા પડશે.'
આ સાંભળી સ્વામી સત્યદેવજીને ઘણો આઘાત લાગ્યો. ગુસ્સે થયા પણ બાપુ આગળ પોતાનું દુર્વાસારૂપી બતાવી શકતા નહોતા. તેમણે કહ્યું : 'તો કેમ બને ? હું સંન્યાસી છું ને? '
બાપુએ કહ્યું : 'હું સંન્યાસ છોડવાનું નથી કહેતો. મારે શું કહેવું છે તે બરાબર સમજી લો.'
પછી બાપુએ તેમને શાંતિથી સમજાવ્યું, 'આપણા દેશમાં ભગવા કપડાં જોતાં જ લોકો તે ઓઢનારની ભક્તિ અને સેવા કરવા મંડી પડે છે. હવે આપણું કામ સેવા લેવાનું નહિ, સેવા કરવાનું છે. આપણે લોકોની જેવી સેવા કરવા માંગીએ છીએ તેવી સેવા તેઓ તમારાં આ ભગવાને લીધે તમારી પાસેથી નહીં લે ઉલટા તમારી ત્યારે જે વસ્તુ સેવા કરવાની આપણા સંકલ્પની આડે આવે, તે કેમ રાખીએ? સંન્યાસ માનસિક વસ્તુ છે, સંકલ્પની બાબત છે. બાહ્ય પોશાક સાથે તેને શો સંબંધ? ભગવા છોડવાથી સંન્યાસ ઓછો જ છૂટે છે? '
સત્યદેવજીને વાત સમજાઈ તો ખરી, પણ ગળે ન ઊતરી. મારી પાસે આવીને કહેવા લાગ્યા, 'આ તો મારાથી નહિ બને. જે વસ્ત્રો મેં સંકલ્પપૂર્વક ગ્રહણ કર્યા છે, તે છોડી નહીં શકું.'
- કાકા સાહેબ કાલેકર (બાપુની છબી પુસ્તક માંથી)