રવિવાર, 26 નવેમ્બર, 2017

હે પ્રિયે...


હે પ્રિયે....વચન આપું છું હું તારા દરેક સુખનું કારણ બનીશ..

હે પ્રિયે....વચન આપું છું હું તારા દરેક દુઃખોનો સહભાગી બનીશ..

હે પ્રિયે....વચન આપું છું હું તારા દરેક સપના પૂરા કરવા દિવસ-રાત એક કરી દઈશ..

હે પ્રિયે....વચન આપું છું હું મારા પરના તારા અતુટ વિશ્વાસને કાયમ રાખીશ..

હે પ્રિયે....વચન આપું છું હું આ દુનિયાની દોડમાં તને એકલી નહીં પડવા દવ..

હે પ્રિયે....વચન આપું છું હું તારા આંખમાં ક્યારેય આંસુ નહીં આવવા દવ...

~ અંકિત ડાભી

મંજીલ મળી ગઈ


સાવ સૂની નિરસ જિંદગીમાં તે પગલા પડ્યાં,
ને મને મંજીલ મળી ગઇ,

મુરજાયેલા ગુલાબ જેવી જિંદગીમાં,
તું આવી ને પ્રેમરુપી ગુલાબ ખીલવી ગઇ,

પ્રેમ વિહોણી મારી આ જિંદગીમાં તુ આવી,
ને મને પ્રેમની પરિભાષા આવળી ગઈ,

હું તો મુશ્કેલીમાં રસ્તે ભટકતો રાહી હતો,
તું જીંદગીમાં આવી ને મને દિશા મળી ગઈ,

અંધારા જેવી જિંદગીમાં તે સૂર્યરુપી તેજ લાવી,
જીવન મારું પ્રકાશમય બનાવી ગઈ...

- અંકિત

ફોટો સોર્સ : ગુગલબાબા

હેપ્પી બર્થ ડે વ્હાલશોઈ વેનિશા

વહાલી વેનિશા તું મામાની સૌથી લાડકી અને વ્હાલશોઈ દીકરી છું, આજે તારો પ્રથમ જન્મદિવસ છે. તું જન્મી ત્યારે તારા મામા સૌથી વધારે હરખાયા હતા. તું જન્મી ત્યારે જન્માષ્ટમીનો તહેવાર હતો એટલે જ તું પણ કાનુડા જેવી નટખટ અને ખૂબ મસ્તીખોર છે. તારા જન્મનો પ્રસંગ ખૂબ યાદગાર બની ગયો છે અમારા માટે.

25 મી અૉગસ્ટ સવારે હું મારા અંગત કામથી નડિયાદ જવા માટે નિકળ્યો હતો, ત્યારે લગભગ સાડા અગિયાર વાગ્યે મારી ઉપર ફોન આવ્યો કે બહેનને ત્યાં દિકરીનો જન્મ થયો છે, મારું બધુ કામ પડતું મુકી હરખાતો હરખાતો આણંદ જવા નિકળ્યો. આજે બરાબર યાદ છે તે દિવસે સિઝનનો સૌથી વધુ વરસાદ પડ્યો હતો, અને એ વરસાદમાં તારા આગમન અને પ્રેમએ અમને સૌને ભીંજવી દીધા હતા.



તારા જન્મદિવસનો યાદગાર પ્રસંગ હમેશાં માટે મારી સ્મૃતિ પટમાં સમાઈ ગયો છે.

જોત જોતામાં આજે તું એક વર્ષની થઈ ગઈ છે, તારી પાપાપગલીઓ થી ઘર આજે ફરી ધમધમી ઉઠ્યું છે, તારી કાલીધેલી ભાષાથી ઘર આજે ફરી ગુંજી ઉઠયું છે, તારી કિલકારીઓ થી આંગન આજે ફરી મહેંકી ઉઠ્યું છે, ઘરની સુની પડે સઘળી દિવાલો આજે ફરી તારા સ્પર્શથી મલકાઈ ઉઠી છે.
તારા જન્મદિવસે ઈશ્વર પિતાને એટલી અરજ છે કે તું હમેશાં સુખ-શાંતિ, સમૃદ્ધિથી સંપન્ન રહે...

- અંકિત 

રવિવાર, 22 ઑક્ટોબર, 2017

ચેન્નાઈની સફર

ડિયર કૅલી,
              આજે તું ચેન્નાઈ જઈ રહી છે હું ઘણો ખુશ છું તને નવી જગ્યાઓ જોવા મળશે વેલાગણીના દર્શન કરવા મળશે પણ એક વાતનું દુઃખ છે કે તું મારાથી દસ દિવસ દૂર રહીશ આ દસ દિવસ પસાર કરવા મારા માટે ઘણા મુશ્કેલી ભર્યા હશે, બટ એનીવે તું એન્જોય કરીશ તો હું એમ સમજીશ કે મેં એન્જોય કર્યો.

        આજે સવારે પોણા અગિયાર વાગ્યે તારી ટ્રેન હતી, હું તને સ્ટેશન પર અલવિદા કરવાની ખુશીમાં સવારે આઠ વાગ્યે ઉઠી ગયો અને તૈયાર થઈ મોબાઈલ પકડીને ખૂબ આતુરતાથી તારા ફોનની રાહ જોતો બેસી રહ્યો, જેમ જેમ સમય પસાર થતો રહ્યો તેમ મારી ખૂશીઓનું સ્વરૂપ દુઃખે લેવા માંળ્યુ, છેવટે મારી આતુરતાનો અંત આવ્યો તારી ટ્રેન નીકળી ગઈ. આપણા નસીબની નબળાઈ એજ કે તું મને ફોનના કરી શકી અને હું તને મૂકવા ના આવી શક્યો. મને ખબર છે તને મિઠાઈ બહું ભાવે છે એટલા માટે જ તો મેં તારા માટે કાજૂકત્રીનું પેકેટ બૅગમાં સાચવી સંભાળીને મુકી રાખ્યું હતું તે પણ હું તને ના આપી શક્યો. હવે એ કાજૂકત્રી ખાતા પણ મને કળવાશ અનુભવાશે. બટ ડોન્ટવરી તું એની ચિંતાના કર તું ખૂબ જ મન મૂકીને એન્જોય કરજે.

         તું મારી જરાય ચિંતા ના કરતી હું સમયસર જમી લઈશ અને ટિફિન પણ લઈ જઈશ, તું તારી તબિયત સાચવજે અને હા ત્યાં ઠંડીનું પ્રમાણ વધારે હોય છે તો ગરમ કપડાં પહેરજે રાત્રે ક્યાં બહાર નીકળતી નહીં. અને સમયસર જમવાનું રાખજે, સાંજે જમીને ગોળી લઈ લેજે. જ્યારે પણ તને સમય મળે ત્યારે મને ફોન કરજે, કદાચ કોઈ જગ્યાએ નેટવર્ક ના હોય તો મારી ચિંતા કર્યા વગર મનભરીને આનંદ માણજે. આ દશ દિવસ તારી જીંદગીના બેસ્ટ દિવસો છે પછી તારી કૉલેજની વ્યસ્તતાને કારણે ક્યાં હરવા-ફરવા નહીં મળે એટલે ખૂબ એન્જોય કરજે...

બાય ડિયર....આઈ મિસ યુ...

શનિવાર, 19 ઑગસ્ટ, 2017

ભગવાં ઉતારવા પડશે

ભગવાં ઉતારવા પડશે

આશ્રમના શરૂઆતના દિવસોની વાત છે. ત્યાં સ્વામી સત્યદેવ આવ્યા દેશની આઝાદી માટે બાપુ જે કાર્ય કરી રહ્યા હતા, તે જોઈ તેઓ બહુ પ્રસન્ન થયા. એક દિવસ બાપુ પાસે જઈને કહેવા લાગ્યા 'હું આપના આશ્રમમાં દાખલ થવા માંગુ છું.'

બાપુ કહે 'બહું સારું. આશ્રમ તમારા જેવાને માટે જ છે પણ આશ્રમમાં દાખલ થાઓ એટલે આ ભગવા કપડાં ઉતારવા પડશે.'

આ સાંભળી સ્વામી સત્યદેવજીને ઘણો આઘાત લાગ્યો. ગુસ્સે થયા પણ બાપુ આગળ પોતાનું દુર્વાસારૂપી બતાવી શકતા નહોતા. તેમણે કહ્યું : 'તો કેમ બને ? હું સંન્યાસી છું ને? '
બાપુએ કહ્યું : 'હું સંન્યાસ છોડવાનું નથી કહેતો. મારે શું કહેવું છે તે બરાબર સમજી લો.'

પછી બાપુએ તેમને શાંતિથી સમજાવ્યું, 'આપણા દેશમાં ભગવા કપડાં જોતાં જ લોકો તે ઓઢનારની ભક્તિ અને સેવા કરવા મંડી પડે છે. હવે આપણું કામ સેવા લેવાનું નહિ, સેવા કરવાનું છે. આપણે લોકોની જેવી સેવા કરવા માંગીએ છીએ તેવી સેવા તેઓ તમારાં આ ભગવાને લીધે તમારી પાસેથી નહીં લે ઉલટા તમારી ત્યારે જે વસ્તુ સેવા કરવાની આપણા સંકલ્પની આડે આવે, તે કેમ રાખીએ? સંન્યાસ માનસિક વસ્તુ છે, સંકલ્પની બાબત છે. બાહ્ય પોશાક સાથે તેને શો સંબંધ? ભગવા છોડવાથી સંન્યાસ ઓછો જ છૂટે છે? '

સત્યદેવજીને વાત સમજાઈ તો ખરી, પણ ગળે ન ઊતરી. મારી પાસે આવીને કહેવા લાગ્યા, 'આ તો મારાથી નહિ બને. જે વસ્ત્રો મેં સંકલ્પપૂર્વક ગ્રહણ કર્યા છે, તે છોડી નહીં શકું.'

- કાકા સાહેબ કાલેકર (બાપુની છબી પુસ્તક માંથી)

શુક્રવાર, 11 ઑગસ્ટ, 2017

મારા જીવનનાં સાત અનમોલ હીરા

ચાલો આજે ફ્રેન્ડશીપ ડે ના અવસર પર મારા જીવનનાં સાત અનમોલ હીરા વિશે વાત કરું, જે મારી અમૂલ્ય મૂડી છે

મારા જીવનના અનમોલ હીરા તરીકે સૌથી પહેલું નામ જો કોઈ હોય તો તે છે #લોરેન્સ, આમ તો છે મારો નાનો ભાઈ પણ અમે ભાઈબંધથી કમ રહેતા નથી, મારી નાનામાં નાની વાતની ચિંતા મારા કરતાં પણ વધારે કરે છે, દુઃખમાં ઢાલ બનીને આગળ રહે અને સુખમાં પાછળ, મારા જીવનનું દરેક સુખ-દુઃખ સૌથી પહેલાં તેની આગળ શેર કરું છું, અમે બન્ને ભાઈ કમ મિત્રો બનીને વધારે રહીએ છીએ,

મારા જીવનનો બીજો અનમોલ હીરો #હર્ષદ મારો લંગોટીયો યાર, પહેલાં ધોરણથી માંડીને ડિપ્લોમાના પહેલાં વર્ષ સુધી સાથે ભણ્યા આ સમય દરમ્યાન અમારા વચ્ચે એક કોમ્પિટિશન થતી એનાથી વધારે માર્ક્સ હું લાવું અને મારાથી મારાથી વધારે એ!!! તેમ છતાં અમારી મિત્રતા વચ્ચે ક્યારેય દરાર નથી પડી, એના વગર મારું પાનું ના હાલે અને મારા વગર એનું,

મારા જીવનનો ત્રીજો અનમોલ હીરો #શનિ (અર્પિત) આમ તો છે મારા મોટા ભાઈ સમાન, મને હમેશાં સાચી અને સાચોટ સલાહ આપે છે, અમારા મિત્રોની તરક્કી પર જો સૌથી વધારે ખુશ થતું હોય તો તે છે શનિ. અમારા મિત્રો વચ્ચે ભાઈચારો અને એકતા લાવવા માટે શનિ હમેશાં પ્રયત્નશીલ રહે છે, મિત્રો માટે હંમેશા તત્પર અને દરિયાદિલ માણસ એટલે શનિ,

મારા જીવનનો ચોથો અનમોલ હીરો #પરેશ જેને પ્રેમથી પરયો કહું છું, અમારા મિત્રો માંથી જો કોઈ શાંત અને નમ્ર સ્વભાવનો હોય તો તે છે પરેશ, હમેશાં મારો આદર કરતો પરેશને ગમે તેવું ભલું બૂરું કહી જવ પણ ક્યારેય ગુસ્સો ના કરતો, મારા વિચારોની હમેશાં કદર કરતો અને પ્રેરણા પૂરી પાડતો પરેશ મારા દિલની સૌથી કરીબ છે,

મારા જીવનનો ચોથો અનમોલ હીરો એટલે #મનીષ,  આમ તો મનીષ હાલ મલેશિયામાં રહે છે, પણ દિલ તો હિન્દુસ્તાનમાં જ છે, મનીષ મને હમેશાં કવિ કહીને નવાઝે ત્યારે મારી ખુશીનો પાર નથી રહેતો, ક્રિકેટ મેચ બાબતે અમારા વચ્ચે થોડી ખેંચતાણ થાય પણ મિત્રતાની નજરે મને ક્યારેય નીચો નથી આંક્યો, મનીષ હાલ રહે છે તો મલેશિયા પણ હું હરહંમેશ તેને યાદ કરતો રહું છું,

મારા જીવનનો પાંચમો અનમોલ હીરો #પ્રશાંત, જો હું કોઈ મિત્ર સાથે બિન્દાસ વાત કરી શકતો હોય તો તે છે પ્રશાંત, મને હમેશાં આ મિત્ર સાથે તાર્કિક ચર્ચા કરવી ખૂબ ગમે છે, કેમકે તેની પાસેથી કાંઈક અવનવું શીખવા મળે છે, ક્યારેક તાર્કિક ચર્ચામાં અમારા વિચારો વચ્ચે મતભેદ થાય પણ સંબંધોમાં ક્યારેય મતભેદ નથી થયા,

મારા જીવનના છઠ્ઠો અનમોલ હીરો શનિ (#સુનિલ) છે, આમ તો સંબંધમાં મારો નાનો ભાઈ થાય, હું એનાથી ઉંમરમાં ઘણો મોટો છતાં અમે મિત્રો તરીકે રહીએ છીએ, મારી કોઈપણ વાત શનિ ક્યારે નકારતો નથી મારી દરેક વાતને દિલથી સ્વિકારે છે, હું મારું ગમે તેવું કામ તેને સોપુ તેના મુહે ક્યારેય ના નથી હોતી, અમારા મિત્રોમાં સૌથી મસ્તીખોર એટલે શનિ,

મારા જીવનનો સાતમો અનમોલ હીરો એટલે #અલ્પેશ, છેલ્લા ત્રણ વર્ષનાં અભ્યાસમાં સતત મારા સંપર્કમાં રહ્યો હોય તો તે છે અલ્પેશ, તેની વાતોમાં એટલો પ્રભાવ હોય છે કે બસ બે ઘડી તેની પાસે બેસું એટલે બધું દુઃખ ભુલાઈ જાય, દરિયા દિલ, મહેનતકસ, જવાબદાર સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ મારી વ્યાખ્યા મુજબ જો કોઈ હોય તો તે છે અલ્પેશ....

બીજા પણ મારા ઘણા અનમોલ મિત્રો છે જેમનો પરિચય આપવા માટે મારી પાસે પુરા શબ્દો નથી, પણ તેમના માટે ફક્ત એટલું જ કહીશ કે *મારી દુનિયામાં મિત્રો નથી, પણ મિત્રોમાં મારી દુનિયા છે*

- અંકિત ડાભી (ખંભોળજ)

ગુરુવાર, 15 જૂન, 2017

અમારો યાદગાર પ્રવાસ દિવ








અમારું ખંભોળજ


અમારું ખંભોળજ શ્રેષ્ઠ ખંભોળજ

ચરોતર એટલે સોનેરી પાનનો મુલક, અને એ સોનેરી પાનનાં મુલકનો એક નાનકડો અંશ એટલે અમારું ખંભોળજ, જ્યાં સુરજ ઊગતા પહેલાં ખેડુત ઉઠી જાય, અને એ'યને દુધ અને બાજરાનો રોટલો ખાઇ ખેતરે નીકળી જા'તા, જ્યાં રોજ સાંજ પડતા દુધની ધારા વહેતી હોય એવી અમારી ડેરી, જ્યાં ઉનાળામાં ઇડન ગાર્ડનમાં રમાતી ક્રિકેટ મેચો કરતાં પણ વધારે આનંદ આપતું અમારું આદમ પાર્ક, જ્યાં વેકેશન શરુ થા'તા જ શાળામાં લીમડાંની છાંયા નીચે રમાતી ક્રિકેટ, કબ્બડી, ગલી-ડંડા જેવી રમતો....એ'યને બાળકોને બબ્બે મહિના સુધી જલશો પડી જાય, જ્યાં લીમડાંની મીઠ્ઠી છાંયા નીચે સ્વર્ગ સમાન શાંતિની અનુભૂતિ કરાવતું અમારું દેવળ, ખંભોળજ એટલે જ્યાં ચોમાસું બેસતાં જ સોળે કળાએ ખીલી ઉઠતાં અમારા ખેતરો...ને'ય જયાં સિઝનનાં પહેલાં વરસાદમાં મોઘાદાટ પર્ફુયુમ કરતાં પણ વધારે સુંગધ આપતી માટી, ખંભોળજ એટલે જ્યાં એકતા તથા સર્વધર્મ સમભાવનાં પ્રતિક દર્શાવતાં સર્વે હિન્દુ પણ દેવળમાં પ્રાર્થનાં અરજ કર'તા, ખંભોળજ એટલે જ્યાં વહેલી સવારે સંતો-મહંતો ધ્વારા પ્રભાતિયા ગાઈ....એય'ને આખા ગામને જગાડે, ખંભોળજ એટલે જ્યાં વિધાનસભાની બેઠકમાં નિ:સ્વાર્થ ભાવે ત્રણ-ત્રણ વખત અજેય બનાવી એકતાની પ્રતીતિ કરાવતું ગામ, ખંભોળજ એટલે રામપુરા, ઘોડાપુરા, માલસરપુરા, પ્રતાપુરા, કલ્યાણપુરા જેવાં 14 પરાંઓનો સમન્વય.

ગર્વ છે મને ખંભોળજનાં વતની હોવાનો.

- અંકિત ડાભી

માતૃદિન

#Love_you_mumma

આજે માતૃદિને ઘણાની દિવાલ પર માતૃદિન નાં શુભેચ્છા ભર્યા મેસેજ વાચીને ઘણો આનંદ થયો, પરંતુ માતૃદિને હું જે કહેવા જઈ રહ્યો છું તેનાથી એક ટકો તમારી લાગણી દુભાવાની શક્યતા ખરી,

માતૃદિન કોઈ એક દિવસની મોહતાજ નથી હોતી મિત્રો, આજે જેમણે માતૃ દિનને લગતા મેસેજ કે પોસ્ટ મૂકી દિવાલો ચિત્રી છે તેઓ હવે આવતા વર્ષે પોસ્ટ મૂકવાની રાહ જોશે, મારી દ્રષ્ટિએ જોવ તો રોજ માતૃદિન ઉજવવો જોઈએ, જરૂરી નથી કે તમે રોજ માતૃદિનને લગતી પોસ્ટ મૂકી દિવાલો ચિત્રો, પરંતુ મારો કહેવાનો ભાવાર્થ એટલો જ કે મા ને ભગવાનનો દરજ્જો આપો, રોજ મા ને આદર, માન, સદ્કાર આપો, મેં આજે કેટલાય એવા દંપતી જોયા છે જે માતૃદિને મોટા-મોટા ભાષણો જાડે છે ને માતા-પિતા માટે ઘરડાં ઘર શોધે છે, મા ને માન આપો તો રોજ માતૃદિન સાર્થક થયો ગણાશે.. 

મને ઝાઝું લખતાં આવડતુ નથી અને આદત પણ નથી, એટલે અહીં કવિ દામોદર બોટાદકરની એક પંક્તિ કંડારુ છું, સમજો એ પંક્તિમાં આખું પુસ્તક લખાય ગયું....

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનની ની જોડ સખી.!.! નહી જડે રે લોલ... 

~ અંકિત ડાભી (ખંભોળજ)

ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડીઝ - શિમલા

હું અને મારા શ્રીમતી જી સવારે લગભગ ૮ વાગ્યાની આસપાસ શિમલા ઉતર્યા, અમો જેવા સ્ટેશન ઉતર્યા કે તરત ડ્રાઇવર અમને પીક કરી હોટલ છોડ્યા ને કહ્ય...