રવિવાર, 26 નવેમ્બર, 2017

હે પ્રિયે...


હે પ્રિયે....વચન આપું છું હું તારા દરેક સુખનું કારણ બનીશ..

હે પ્રિયે....વચન આપું છું હું તારા દરેક દુઃખોનો સહભાગી બનીશ..

હે પ્રિયે....વચન આપું છું હું તારા દરેક સપના પૂરા કરવા દિવસ-રાત એક કરી દઈશ..

હે પ્રિયે....વચન આપું છું હું મારા પરના તારા અતુટ વિશ્વાસને કાયમ રાખીશ..

હે પ્રિયે....વચન આપું છું હું આ દુનિયાની દોડમાં તને એકલી નહીં પડવા દવ..

હે પ્રિયે....વચન આપું છું હું તારા આંખમાં ક્યારેય આંસુ નહીં આવવા દવ...

~ અંકિત ડાભી

મંજીલ મળી ગઈ


સાવ સૂની નિરસ જિંદગીમાં તે પગલા પડ્યાં,
ને મને મંજીલ મળી ગઇ,

મુરજાયેલા ગુલાબ જેવી જિંદગીમાં,
તું આવી ને પ્રેમરુપી ગુલાબ ખીલવી ગઇ,

પ્રેમ વિહોણી મારી આ જિંદગીમાં તુ આવી,
ને મને પ્રેમની પરિભાષા આવળી ગઈ,

હું તો મુશ્કેલીમાં રસ્તે ભટકતો રાહી હતો,
તું જીંદગીમાં આવી ને મને દિશા મળી ગઈ,

અંધારા જેવી જિંદગીમાં તે સૂર્યરુપી તેજ લાવી,
જીવન મારું પ્રકાશમય બનાવી ગઈ...

- અંકિત

ફોટો સોર્સ : ગુગલબાબા

હેપ્પી બર્થ ડે વ્હાલશોઈ વેનિશા

વહાલી વેનિશા તું મામાની સૌથી લાડકી અને વ્હાલશોઈ દીકરી છું, આજે તારો પ્રથમ જન્મદિવસ છે. તું જન્મી ત્યારે તારા મામા સૌથી વધારે હરખાયા હતા. તું જન્મી ત્યારે જન્માષ્ટમીનો તહેવાર હતો એટલે જ તું પણ કાનુડા જેવી નટખટ અને ખૂબ મસ્તીખોર છે. તારા જન્મનો પ્રસંગ ખૂબ યાદગાર બની ગયો છે અમારા માટે.

25 મી અૉગસ્ટ સવારે હું મારા અંગત કામથી નડિયાદ જવા માટે નિકળ્યો હતો, ત્યારે લગભગ સાડા અગિયાર વાગ્યે મારી ઉપર ફોન આવ્યો કે બહેનને ત્યાં દિકરીનો જન્મ થયો છે, મારું બધુ કામ પડતું મુકી હરખાતો હરખાતો આણંદ જવા નિકળ્યો. આજે બરાબર યાદ છે તે દિવસે સિઝનનો સૌથી વધુ વરસાદ પડ્યો હતો, અને એ વરસાદમાં તારા આગમન અને પ્રેમએ અમને સૌને ભીંજવી દીધા હતા.



તારા જન્મદિવસનો યાદગાર પ્રસંગ હમેશાં માટે મારી સ્મૃતિ પટમાં સમાઈ ગયો છે.

જોત જોતામાં આજે તું એક વર્ષની થઈ ગઈ છે, તારી પાપાપગલીઓ થી ઘર આજે ફરી ધમધમી ઉઠ્યું છે, તારી કાલીધેલી ભાષાથી ઘર આજે ફરી ગુંજી ઉઠયું છે, તારી કિલકારીઓ થી આંગન આજે ફરી મહેંકી ઉઠ્યું છે, ઘરની સુની પડે સઘળી દિવાલો આજે ફરી તારા સ્પર્શથી મલકાઈ ઉઠી છે.
તારા જન્મદિવસે ઈશ્વર પિતાને એટલી અરજ છે કે તું હમેશાં સુખ-શાંતિ, સમૃદ્ધિથી સંપન્ન રહે...

- અંકિત 

ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડીઝ - શિમલા

હું અને મારા શ્રીમતી જી સવારે લગભગ ૮ વાગ્યાની આસપાસ શિમલા ઉતર્યા, અમો જેવા સ્ટેશન ઉતર્યા કે તરત ડ્રાઇવર અમને પીક કરી હોટલ છોડ્યા ને કહ્ય...