ગુરુવાર, 15 જૂન, 2017

અમારો યાદગાર પ્રવાસ દિવ








અમારું ખંભોળજ


અમારું ખંભોળજ શ્રેષ્ઠ ખંભોળજ

ચરોતર એટલે સોનેરી પાનનો મુલક, અને એ સોનેરી પાનનાં મુલકનો એક નાનકડો અંશ એટલે અમારું ખંભોળજ, જ્યાં સુરજ ઊગતા પહેલાં ખેડુત ઉઠી જાય, અને એ'યને દુધ અને બાજરાનો રોટલો ખાઇ ખેતરે નીકળી જા'તા, જ્યાં રોજ સાંજ પડતા દુધની ધારા વહેતી હોય એવી અમારી ડેરી, જ્યાં ઉનાળામાં ઇડન ગાર્ડનમાં રમાતી ક્રિકેટ મેચો કરતાં પણ વધારે આનંદ આપતું અમારું આદમ પાર્ક, જ્યાં વેકેશન શરુ થા'તા જ શાળામાં લીમડાંની છાંયા નીચે રમાતી ક્રિકેટ, કબ્બડી, ગલી-ડંડા જેવી રમતો....એ'યને બાળકોને બબ્બે મહિના સુધી જલશો પડી જાય, જ્યાં લીમડાંની મીઠ્ઠી છાંયા નીચે સ્વર્ગ સમાન શાંતિની અનુભૂતિ કરાવતું અમારું દેવળ, ખંભોળજ એટલે જ્યાં ચોમાસું બેસતાં જ સોળે કળાએ ખીલી ઉઠતાં અમારા ખેતરો...ને'ય જયાં સિઝનનાં પહેલાં વરસાદમાં મોઘાદાટ પર્ફુયુમ કરતાં પણ વધારે સુંગધ આપતી માટી, ખંભોળજ એટલે જ્યાં એકતા તથા સર્વધર્મ સમભાવનાં પ્રતિક દર્શાવતાં સર્વે હિન્દુ પણ દેવળમાં પ્રાર્થનાં અરજ કર'તા, ખંભોળજ એટલે જ્યાં વહેલી સવારે સંતો-મહંતો ધ્વારા પ્રભાતિયા ગાઈ....એય'ને આખા ગામને જગાડે, ખંભોળજ એટલે જ્યાં વિધાનસભાની બેઠકમાં નિ:સ્વાર્થ ભાવે ત્રણ-ત્રણ વખત અજેય બનાવી એકતાની પ્રતીતિ કરાવતું ગામ, ખંભોળજ એટલે રામપુરા, ઘોડાપુરા, માલસરપુરા, પ્રતાપુરા, કલ્યાણપુરા જેવાં 14 પરાંઓનો સમન્વય.

ગર્વ છે મને ખંભોળજનાં વતની હોવાનો.

- અંકિત ડાભી

માતૃદિન

#Love_you_mumma

આજે માતૃદિને ઘણાની દિવાલ પર માતૃદિન નાં શુભેચ્છા ભર્યા મેસેજ વાચીને ઘણો આનંદ થયો, પરંતુ માતૃદિને હું જે કહેવા જઈ રહ્યો છું તેનાથી એક ટકો તમારી લાગણી દુભાવાની શક્યતા ખરી,

માતૃદિન કોઈ એક દિવસની મોહતાજ નથી હોતી મિત્રો, આજે જેમણે માતૃ દિનને લગતા મેસેજ કે પોસ્ટ મૂકી દિવાલો ચિત્રી છે તેઓ હવે આવતા વર્ષે પોસ્ટ મૂકવાની રાહ જોશે, મારી દ્રષ્ટિએ જોવ તો રોજ માતૃદિન ઉજવવો જોઈએ, જરૂરી નથી કે તમે રોજ માતૃદિનને લગતી પોસ્ટ મૂકી દિવાલો ચિત્રો, પરંતુ મારો કહેવાનો ભાવાર્થ એટલો જ કે મા ને ભગવાનનો દરજ્જો આપો, રોજ મા ને આદર, માન, સદ્કાર આપો, મેં આજે કેટલાય એવા દંપતી જોયા છે જે માતૃદિને મોટા-મોટા ભાષણો જાડે છે ને માતા-પિતા માટે ઘરડાં ઘર શોધે છે, મા ને માન આપો તો રોજ માતૃદિન સાર્થક થયો ગણાશે.. 

મને ઝાઝું લખતાં આવડતુ નથી અને આદત પણ નથી, એટલે અહીં કવિ દામોદર બોટાદકરની એક પંક્તિ કંડારુ છું, સમજો એ પંક્તિમાં આખું પુસ્તક લખાય ગયું....

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનની ની જોડ સખી.!.! નહી જડે રે લોલ... 

~ અંકિત ડાભી (ખંભોળજ)

ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડીઝ - શિમલા

હું અને મારા શ્રીમતી જી સવારે લગભગ ૮ વાગ્યાની આસપાસ શિમલા ઉતર્યા, અમો જેવા સ્ટેશન ઉતર્યા કે તરત ડ્રાઇવર અમને પીક કરી હોટલ છોડ્યા ને કહ્ય...