રવિવાર, 5 એપ્રિલ, 2020

ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડીઝ - શિમલા


હું અને મારા શ્રીમતી જી સવારે લગભગ ૮ વાગ્યાની આસપાસ શિમલા ઉતર્યા, અમો જેવા સ્ટેશન ઉતર્યા કે તરત ડ્રાઇવર અમને પીક કરી હોટલ છોડ્યા ને કહ્યું, 'ભૈયા આપ એક ઘંટે મે તૈયાર હોકર આ જાઓ' અમે સમય સુચકતા દાખવી એક કલાકમાં તરોતાજા થઈ આવી ગયા, ડ્રાઇવરે પહેલો પ્રશ્ન કર્યો 'ભૈયા પહેલી કોન શી જગહ દેખની હૈ' મેં તરત જ વળતો જવાબ આપ્યો 'જી આપ હમે ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડીઝ લે ચલો'. મારે આ જગ્યા સૌ પ્રથમ વિઝિટ કરવા પાછળનું કારણ આકર્ષક ઇમારત અને તેની પાછળનો રસપ્રદ ઇતિહાસ છે, તો ચાલો ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ એડવાન્સ સ્ટડીઝ વિશે વિસ્તારમાં જણાવું.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ એડવાન્સ સ્ટડીઝ, સિમલા તેની ઐતિહાસિકતા માટે વિશ્વભરમાં જાણીતું છે. આ સંસ્થાનો ઇતિહાસ ખૂબ જ ગૌરવપૂર્ણ રહ્યો છે. આ સંસ્થાનું મકાન વર્ષ ૧૮૮૪માં તત્કાલીન વાઇસરોય લોર્ડ ડફરિન માટે બનાવવામાં આવ્યું હતું. તેને વાઇસરેગલ લોજ કહેવામાં આવતું હતું. આ પછી ૧૮૮૮માં અહીં તેના માટે વીજળીની વ્યવસ્થા કરવામાં આવી હતી. જે સિમલામાં વીજળી હોય તેવું પ્રથમ મકાન હતું. આ ઇમારતમાં આજેપણ વાયસરોયનાં સમયનો રેડિયો, ટીવી, ટેલિફોન વગેરે હયાત છે, સાથે અહિંયા સવા લાખ પુસ્તકોથી ભરેલ ભવ્ય લાયબ્રેરી છે. ઇમારતમાં ભારતનાં ફ્રીડમ ફાઇટરના ફોટા સાથે મોહમ્મદ અલી ઝીણાનો ફોટો છે જેના કારણે સંઘીઓ માટે આ ઇમારતનો મુદ્દો બહું ગૂંજ્યો ગાજ્યો હતો.

'સિમલા કરાર અહીં થયો હતો'

સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન આ સંસ્થાના મકાનમાં ઘણી ઐતિહાસિક બેઠકો અને નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ બિલ્ડિંગમાં પાકિસ્તાન સાથે ૧૯૪૫નાં સિમલા કરાર પર હસ્તાક્ષર થયા હતા. પાકિસ્તાન અને પૂર્વ પાકિસ્તાનને દેશથી અલગ કરવાનો નિર્ણય અહીં લેવામાં આવ્યો હતો. દેશની આઝાદી પછી આ ઇમારતનું નામ 'રાષ્ટ્રપતિ નિવાસ' રાખવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ ઉનાળા દરમિયાન અહીં સમય વિતાવતા હતા.

ત્યારબાદ રાષ્ટ્રપતિ એસ. રાધાકૃષ્ણને આ મકાનને ઉચ્ચ શિક્ષણ અને સંશોધન સંસ્થા બનાવવાનું નક્કી કર્યું. આને કારણે રાષ્ટ્રપતિ નિવાસને અહીંથી છબરા ખાતે કાર્યવાહી માટે ખસેડવામાં આવ્યો હતો.

'વિદેશના સંશોધનકારો સંશોધન કરી રહ્યા છે'

આજે પણ વિવિધ રાજ્યોના ડઝનબંધ સંશોધનકારો સંશોધન માટે આ સંસ્થા ખાતે પહોંચે છે. આ સંસ્થા જળ સંરક્ષણ પ્રણાલી માટે પણ પ્રખ્યાત છે. બ્રિટિશરોએ આ ઇમારત એવી રીતે બનાવી કે વરસાદનું તમામ પાણી મકાનની નીચે બાંધેલી ટાંકીમાં જાય. જે પાણી અહીંયાની ફાયર સિસ્ટમમાં ઉપયોગમાં લેવામાં આવે છે...

વર્ષે દેશ-વિદેશથી ઘણા સહેલાણી આ ભવ્ય ઇમારતની મુલાકાત લે છે...
અમર ઉજાલાનાં સહયોગીથી

ફોટો સ્ટોરી ~ અંકિત ડાભી

ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડીઝ - શિમલા

હું અને મારા શ્રીમતી જી સવારે લગભગ ૮ વાગ્યાની આસપાસ શિમલા ઉતર્યા, અમો જેવા સ્ટેશન ઉતર્યા કે તરત ડ્રાઇવર અમને પીક કરી હોટલ છોડ્યા ને કહ્ય...